Sheetla Mata Ki Vrat Katha Gujarati - Description
Dear readers, here we are offering Sheetla Mata ki Vrat Katha PDF Gujarati to all of you. Sheetla Mata Ki Vrat Katha is a very popular Katha in Hinduism. The festival of Sheetla Ashtami is dedicated to the Sheetla Mata and this festival is celebrated all over India. There is a ritual of worshiping Sheetla Mata on this day. Along with worship, there is also a law of reading the story during the fast so that one can know the glory of the goddess. There is a tradition of listening to the story of Sheetla Mata while worshiping Mata. It is believed that worship is not complete without listening to the story and Katha (Sheetla Mata Ki Katha). If you are observing the fast of Sheetla Ashtami but you are not getting the story of Sheetla Mata, then do not worry, through this article, we will end your problem in a jiffy. Basoda is the festival of worship of Sheetla Mata. It is celebrated every year on Ashtami Tithi of Krishna Paksha of Chaitra month. Sheetla Mata is considered the goddess of health. Sheetla Mata loves cold i.e. cold food very much, this is the reason why Mata’s blog is prepared a day before i.e. on Saptami Tithi.
શીતળા સાતમની કથા / Sheetla Mata ki Vrat Katha PDF Gujarati
દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, માઁ જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે.
કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: “જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો…”
રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો ! દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ.
રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પીતાની સાથે જ માણસનું મૃત્યુ થતું. આ વાવને વાચા થઈ, “બહેન ! તું માઁ શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!”
“ભલે બહેન” એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો. એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે.
બળદને વાચા થઈ, તેણે કહ્યું, “બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.”
આગળ ચાલતાં ચાલતાં એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાઁ માથુ ખંજવાળતાં બોલ્યાં, “બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા…?”
“હા, માઁ” એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાઁએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો… અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માઁ-દીકરો ભેટી પડ્યા. ડોશીમાઁએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.
હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને, વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો..
જય શીતળા માતા.
You can download Sheetla Mata ki Vrat Katha PDF Gujarati by clicking on the following download button.