જન્માષ્ટમી નિબંધ | Janmashtami Essay Gujarati PDF Summary
Dear readers, today we are going to offer જન્માષ્ટમી નિબંધ PDF / Janmashtami Essay in Gujarati PDF for all of you. The festival of Janmashtami falls on Ashtami Tithi in the Shravana month. In the Sanatan Hindu Dharma, Janmashtami is considered one of the most popular and important festivals.
It is also known as a religious festival. In India, the Janmashtami festival is celebrated with great joy and enthusiasm. Janmashtami means the birthday of Lord Krishna. Therefore on this day of Janmashtami Lord Krishna’s birthdays are celebrated with happiness and excitement.
Lord Krishna was born in the prison of Mathura on the night of Shravana month on the Ashtami Tithi. Lord Krishna’s father’s name was Vasudeva and his mother’s name was Devaki. After the birth of Lord Krishna, Vasudeva brought Krishna to Nanda Raja’s house in Gokul and took Jashoda’s daughter with him.
Lord Krishna’s birthday was Ashtami, so the birthday of Lord Krishna is also called “Gokul Ashtami”. The festival of Janmashtami is celebrated every year with great fanfare. On the day of Janmashtami, many places are also filled with fairs. People go to fairs and enjoy. Children enjoy going to the fair. On this day all Hindus Temples are decorated beautifully.
જન્માષ્ટમી નિબંધ PDF / Janmashtami Essay in Gujarati PDF
આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે.
મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ક્યારેક તો ખૂબ ઊંચી મટકી બાંધી હોય તો ઈનામ પણ મોટું જ હોય છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. માન્યતા અનુસાર ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.
શ્રીકૃષ્ણ માતા દેવકી અને વસુદેવનાં આઠમા પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો કાળ બનવાના હતા અને તેમનો વધ કરવાના હતા. આથી કૃષ્ણને કંસ મારી નાખવાનો હતો એ ડરથી એમના પિતા વસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને એમનાં પરમ સખા બાબા નંદરાય અને તેમની પત્ની યશોદા પાસે મૂકી આવ્યા હતા.
જ્યારે ઋષિ ખીર ખાવા આવ્યા ત્યારે દેવી ઋકમણી ત્યાં હાજર નહોતા. આથી ભગવાન કૃષ્ણ પોતે જ એમને ખીર આપે છે, પરંતુ આ ખીર ગરમ હતી એની પ્રભુને જાણ ન્હોતી. આથી જ ખીર ખાતાંની સાથે જ દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા. શ્રી કૃષ્ણ પરિસ્થિતી પામી જઈને ઝડપથી દોડીને આખું તપેલું ખીર પોતાનાં જ શરીર પર રેડી દે છે. આથી દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થઈ જાય છે.
દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણને આશિર્વાદ આપે છે કે આખા શરીરે જ્યાં જ્યાં ખીર લાગી છે તે તમામ ભાગો વજ્ર જેવા બની જશે. શ્રી કૃષ્ણએ જોયું તો પગનાં તળિયા સિવાયનાં તમામ અંગો પર ખીર લાગેલી હતી. આ જોઈને અચરજ પામેલા પ્રભુને દુર્વાસા ઋષિએ એમનાં મૃત્યુનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે આ આખી ઘટના વિધી દ્વારા પૂર્વ આયોજિત હતી. તેમનું મૃત્યુ તળિયામાં તીર વાગવાથી થશે.
શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવાથી ભગવાન પ્રસન્ન થાય છે:-
- નાનપણથી જ શ્રી કૃષ્ણને મોરપીંછ પ્રત્યે અપાર લગાવ હતો. આથી જ મોરપીંછ ભગવાન કૃષ્ણનો શૃંગાર છે.
- જોકે ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તેમને મોરપીંછ જરૂર અર્પણ કરવું જોઈએ.
- -જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય અથવા વાછરડાની નાની મૂર્તિ લાવી બાલગોપાલ સાથે મૂકવી. ગાય શ્રી કૃષ્ણની વ્હાલી છે.
- શંખમાં દૂધ લઈને ભગવાન કૃષ્ણને અભિષેક કરો. સાથે જ પૂજા કરતી વખતે પારિજાતના ફૂલ ચઢાવવા.
- આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવાની પરંપરા છે.
- 56 ભોગથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે.
- છપ્પન ભોગમાં ભગવાનને પ્રિય તમામ વાનગીઓ પીરસવામાં આવે છે. ત્યાં સુધી કે ઘણાં ભક્તો તો લોટમાંથી વાંસળી, ચોટલો, સોગઠાબાજી, સકકરપારા, વેલણ, થાળી અને આવી અનેક વસ્તુઓ બનાવી એને ઘીમાં તળે છે.
- ત્યારબાદ પ્રસાદરૂપે થાળીમાં ધરાવે છે. બાલગોપાલને ધરાવાતી વાનગીઓ મોટા ભાગે મીઠી હોય છે.
શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીના દિવસે નીચે મુજબનાં કાર્યો વર્જિત રાખવા:-
તુલસીના પાન ન તોડવા:
- જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે.
ચોખા ન ખાવા:
- જે લોકો જન્માષ્ટમીનું વ્રત રાખે છે એટલે કે એકટાણું કરે છે તેમણે આ દિવસે ભાત ન ખાવા જોઈએ. એકાદશી અને જન્માષ્ટમીના દિવસે ભાત અને જવથી બનેલા ભોજનને વર્જિત માનવામાં આવે છે.
લસણ-ડુંગળીનું સેવન ન કરવું:
- આ દિવસે લસણ, ડુંગળી અને અન્ય તામસિક ભોજન ન કરવું જોઈએ.
વૃક્ષ કાપવા નહીં:
- જન્માષ્ટમીના દિવસે વૃક્ષ કાપવાને અશુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણનો વાસ દરેક વસ્તુમાં હોય છે. બની શકે તો આ દિવસે વધારે વૃક્ષો વાવવા જોઈએ. તેનાથી ઘર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
ગાયોનું અપમાન ન કરવું:
- આ દિવસે ભૂલથી પણ ગાયોનું અપમાન ન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણને ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ નાના હતા ત્યારે ગાયો સાથે રમતા હતા. એવી માન્યતા છે કે, જે પણ ગાયની પૂજા કરે છે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે.
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી / Janmashtami Essay PDF in Gujarati
સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી
તે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઢાકેશ્વર મંદિર, કરાચી, પાકિસ્તાનના શ્રી સ્વામી નારાયણ મંદિર, નેપાળ, અમેરિકા, ઈન્ડોનેશિયા અને કેટલાક દેશોમાં ઇસ્કોન મંદિર દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે.
બાંગ્લાદેશમાં તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા મનાવવામાં આવે છે.
કૃષ્ણ જન્માષ્ટમી વ્રત –
કૃષ્ણ જન્માષ્ટમીની વિશેષ પૂજા સામગ્રીનું મહત્વ –
તમામ પ્રકારના ફળો, દૂધ, માખણ, દહીં, પંચામૃત, ધાણા, સૂકા ફળો, વિવિધ પ્રકારનો હલવો, અક્ષત, ચંદન, રોલી, ગંગાજલ, સાકર તથા અન્ય ભોગની વસ્તુઓ ભગવાનને પૂજા માટે અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના વ્રતની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષ મેળવે છે અને વૈકુંઠ (ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન) ધામમાં જાય છે.
નિષ્કર્ષ –શ્રી કૃષ્ણને દ્વાપર યુગના યુગપુરુષ કહેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સનાતન ધર્મ અનુસાર, વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
Janmashtami Nibandh in Gujarati PDF – FAQs
જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે?
સનાતન ધર્મના લોકો શ્રી કૃષ્ણને તેમના ઈષ્ટ દેવ તરીકે પૂજે છે. આ કારણે, તેમના જીવન સાથે જોડાયેલી ઘણી પ્રખ્યાત ઘટનાઓને યાદ કરીને, આપણે તેમના જન્મદિવસના અવસરને ઉજવણી તરીકે ઉજવીએ છીએ.
ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ ક્યાં આવેલું છે?
ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મથુરામાં આવેલું છે.
ભગવાન કૃષ્ણના કેટલા નામ છે?
ભગવાન કૃષ્ણના કુલ 108 નામો છે જેમ કે બાલ ગોપાલ, કાન્હા, મોહન, ગોવિંદા, કેશવ, શ્યામ, વાસુદેવ, કૃષ્ણ, દેવકીનંદન, દેવેશ અને બીજા ઘણા.
You can download જન્માષ્ટમી નિબંધ / Janmashtami Essay in Gujarati PDF by going through the following download link.