દશામાં ની વાર્તા PDF | Dashama Vrat Katha Gujarati PDF Summary
Dear readers, here we are offering દશામાં ની વાર્તા PDF / Dasha Mata Vrat Katha Gujarati PDF to all of you. There are various types of fasting and worship in Hinduism. This fast and fasting provide different types of fruits to the devotee and also provides health and wellness, one such divine fast is Dashmata Vrat.
Dashmata Vrat is observed by married women to improve the condition of their married life. On this day, married women take one meal at a time and salt is not used in the food. According to mythological beliefs, buying a broom on this day and bringing a new broom to the house is considered highly auspicious.
Dashama Vrat Katha & Vidhi / દશામાની વાર્તા PDF Gujarati
સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાહ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો.
એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર અજીને ટોળે બળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે હઈ અને પૂછવા લાગી જે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું –
અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતનઈ વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા… ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું… કેવી રીતે કરવું વગેરે જણાવ્યું.
દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કે કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું-
” આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે , આરે તોઘણી સાહ્યબી છે… ધન દોલત , નોકર ચાકર , બાગ-બગીચા , રાજ-પાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે ” . રાજાના અભિમાન ભર્યા વચન સાંભ૰ઈ રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર , ગર્વ અને અભિમ આનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાઅં આવીને
એક જ શબ્દ કહ્યો. પડું છું…’
બીજી જ દિવસે પડોશી તાજા લાવ લશ્કત સાથે ચઢી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બન્ને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે.
ઘોર જંગલમાં રાજા-રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા-કાંકરા ભોંકાય છે. દુખ અને થકાનો પાર નથી. કુંવતો તરસ્યા થયા છે ? એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટ વાવમાં ઉતર્યો , તો દશામાએ અદૃશ્ય રહીને બન્ને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યાં એણે લઈ લીધા . હવે એ જ આપશે. રૂદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બન્નેના પગ ઘસડાય છે. પગમાં વેઢા-વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે . તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજ આને થયું કે હાશ , બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલાં ફૂલો કરમાઈ ગયા.
વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજા-રાણીને મારવા દોડ્યો . રાજા-રાણી માંડ બચીને ભાગ્યાં.
જીવનથી હતાશ થઈ ગયેલા ભીખારી જેવી હાલતમાં બન્ને એક નગરમાં આવ્યાં. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરોર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી.
પણ સોનાની ગાગર પિતળની બની ગઈ. સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળોનાગ નીકળ્યો.રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આબું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે રજ થયું છે. આવો કિચર કરી રાજાએ ગાગર ત્યાંજ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્ય્પ્ ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ ! સાત દિવસના ભૂખ્યાં છીએ . દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી.
પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું.લ આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને(અભયસેન) પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંબરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો.
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકદાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાડ્જ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ સિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી.
દશામાં ની પૂજા વિધિ / Dashama ni Puja Vidhi PDF
- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
- દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
- પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું.
You can download Dashama Vrat Katha Gujarati PDF by clicking on the following download button.