Anand No Garbo PDF in Gujarati

Anand No Garbo Gujarati PDF Download

Anand No Garbo in Gujarati PDF download link is given at the bottom of this article. You can direct download PDF of Anand No Garbo in Gujarati for free using the download button.

Anand No Garbo Gujarati PDF Summary

Dear readers, here we are presenting Anand No Garbo PDF to all of you. As we know that Navratri is such a joyful festival that brings ultimate energy into the atmosphere. However, this festival is famous all over India but Gujarat is known for its Garba and Navaratri celebrations. So what are you waiting for? Just go through this PDF and get the Anand No Garbo.
આજ મુને આનંદ વાપે અતી ધણા મા, ગાવા ગરબે છ બહુચર માતતણે મા. ૧ અલ આલ પંપાળ આપેક્ષા આણી મા, છે ઇચ્છા પ્રતિપાલ છે અમૃત વાણી મા. ૨ સ્વર્ગ મૃત્યુ પાતાલ વાસ સકલ તારે મા, બાલ કરી સંભાલ ૯૨ ઝાલી મારે મા, ૩ તેતલા મુખ તન તે તે તોય કહે મા,અરભક માગે અન્ન નિજ માતા મન લે મા. ૪ નહિ સવ્ય અપસવ્ય કહિ કેયનવ્ય જાણુ મા, કલી કહાવા કવ્ય મન માતા આણુ મા.
કુલજ કુપાત્ર કુશીલ કર્મ અકર્મ ભર્યા મા, મૂરખમાં બે મીલ રસ રટવા વિચર્યો મા. મૂઢ પ્રઢ ગતિ મત્ય મન મિથ્યા માપી મા, કવણ લહે ઉતપત્ય વિશ્વ રહ્યાં વ્યાપી મા. ૭ પ્રાક્રમ પ્રબલ પ્રચંડ પ્રબલ નબલ પ્રીછું મા, પૂરણ પ્રગટ અખંડ અજ્ઞ થકો ઈછું મા, ૮ અરણવ એ છે પાત્ર અકલ કરી આણું મા, પામું નહિ પલ માત્ર મન જાણે જાણુ મા. જશ ત્રય વરણ ગુણ ગાથ કે ઉડલ ગુંડલ મા, ભરવા બુદ્ધિ બે હાથધામાં ઉડલ માં. ૧૩ પાય નમાવું શીશ કહું ઘેલું ગાંડું મા, માત ન ધરશે રીશ છે ખેલું ખાંડુ મા. ૧૪ આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા, તુજથી અવર અનેક વિસ્તરતાં જાણી મા.

આનંદ નો ગરબો PDF / Anand No Garbo PDF

આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા

ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા… ૧

અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા

છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા… ૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા… ૩

તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા

અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા… ૪

નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા

કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા… ૫

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા

મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા… ૬

મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા

કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા… ૭

પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા

પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા… ૮

અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા

પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા… ૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા

ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા… ૧૦

મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા

જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા… ૧૧

અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા

માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા… ૧૨

જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા

ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં… ૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા

માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા… ૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા

તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા… ૧૫

શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા

કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા… ૧૬

માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં

જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં… ૧૭

નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા

માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા… ૧૮

તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા

ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા… ૧૯

પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા

ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા… ૨૦

પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા

શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા… ૨૧

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા

જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા… ૨૨

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા

બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા… ૨૩

વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા

ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા… ૨૪

અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા

નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા… ૨૫

પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા

જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા… ૨૬

ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા

જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા… ૨૭

કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા

ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા… ૨૮

રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા

ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા… ૨૯

જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા

કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા… ૩૦

મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા

બાળી બહ્ચર માય, આદ્ય વસે વાસો મા… ૩૧

ન લહે બ્રહ્મા ભેદ, ગૃહય ગતિ ત્હારી મા

વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા… ૩૨

વિષ્ણુ વિલાસી મન, ધન્ય જ ઉચ્ચરિયા મા

અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા… ૩૩

માને મન માહેશ, માત મયા કીધે મા

જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા… ૩૪

સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા

નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા… ૩૫

મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા

અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા …૩૬

પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા

બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા… ૩૭

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા

તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા… ૩૮

કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા

ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા… ૩૯

વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા

એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા… ૪૦

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા

મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા… ૪૧

મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા

કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા… ૪૨

સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા

અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા… ૪૩

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા

આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા… ૪૪

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા

દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા… ૪૫

નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા

રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા… ૪૬

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા

સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા… ૪૭

બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા

સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા… ૪૮

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા

શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા… ૪૯

જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા

સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા… ૫૦

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવાની મા

આદિ મધ્ય અવસાન, આકાશે અવની મા… ૫૧

તિમિહરણ શશિશૂર, તે તારો ધોખો મા

અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો મા… ૫૨

ષટ ઋતુ રસ ષટ માસ, દ્વાદશ પ્રતિસંઘે મા

અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે મા… ૫૩

ધરતીતળ ધન ધાન્ય, ધ્યાન ધરે નાવો મા

પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિતવ્યાં આવો મા… ૫૪

સકળ સિધ્ધિ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહિ મા

સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ મા… ૫૫

સુખ દુઃખ બે સંસાર, ત્હારા ઉપજાવ્યાં મા

બુદ્ધિબળની બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા… ૫૬

ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધ મા

શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા મા… ૫૭

કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા

તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા… ૫૮

ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા

વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા… ૫૯

ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા

ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા… ૬૦

હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્યકવિતવિતતું મા

ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું મા… ૬૧

ગીત નૃત્ય વાજીન્ત્ર, તાલ તાન માને મા

વાણી વિવિધ ગુણ અગણિત ગાને મા… ૬૨

રતિરસ વિવિધ વિલાસ, આશ સફળ જગની મા

તન મન મધ્યે વાસ, મહં માયા મન ની મા …૬૩

જાણે અજાણે જગત, બે બાઘા જાણે મા

જીવ સફળ આસક્ત, સહુ સરખાં માણે મા… ૬૪

વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા

ગરથ સુરથ નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા… ૬૫

જડ થડ શાખ પત્ર, ફુલ ફળે ફળતી મા

પરમાણું એક માત્ર, રસ રગ વિચરતી મા… ૬૬

નિપટ અટપટી વાત, નામ કહું કોનુ મા

સરજી સાતે ઘાત, માત અધીક સોનુ મા… ૬૭

રત્ન મણિ માણેક, નગ મુકીયાં મુક્તા મા

આભા અઢળ અનેક, અન્ય ન સંયુક્તા મા… ૬૮

નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી મા

ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી મા… ૬૯

નગ જે અધિકુળ આઠ, હિમાચલ આઘે મા

પવન ગવન ઠઠિ ઠાઠ, અરચીત તું સાધે મા… ૭૦

વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા

જળતારણ જેમ નાવ, તમ તારણ બધું મા… ૭૧

વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા

કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં મા… ૭૨

જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી મા

માનવી માટે માન એ કરણી ત્હારી મા… ૭૩

વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી મા

બે ને બાર અપર્મ, અનુચર વર આપી મા… ૭૪

વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા

તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા… ૭૫

લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં મા

આણી અસુરોનો અંત, દંડ ભલા દીધા મા… ૭૬

દુષ્ટ દમ્યાંકૌં વાર, દારૂણ દુઃખ દેતા મા

દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા મા… ૭૭

સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું મા

ભૂમી તણો શિર ભાર, હરવા મન કીધું મા… ૭૮

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા

સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા મા… ૭૯

અધમ ઉધારણહાર, આસન થી ઉઠી મા

રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી મા… ૮૦

આણી મન આનંદ, મહિ માંડ્યાં પગલાં મા

તેજ કિરણ રવિચંદ, થૈ નના ડગલાં મા… ૮૧

ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર મા

મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચરમા… ૮૨

કુકર્ટ કરી આરોહ, કરૂણાકર ચાલી મા

નગ પંખી મહિ લોગ, પગ પૃથી હાલી મા… ૮૩

ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા

અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો મા… ૮૪

પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે મા

ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે મા… ૮૫

ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે મા

કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે મા… ૮૬

નવખંડ ન્યાળી નેટ, નગર વજર પેઠી મા

ત્રણ ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી મા… ૮૭

સેવક સારણ કાજ, સન્ખલપુર સેડે મા

ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે મા… ૮૮

આવ્યા શરણ શરણ, અતિ આનંદ ભર્યો મા

ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો મા… ૮૯

સકળ સમૃદ્ધ જગ માત, બેઠાં ચિત સ્થિર થઈ મા

વસુધા મા વિખ્યાત, વાત વાયુવિધિ ગઈ મા… ૯૦

જાણે જગ સહુ જોર, જગજનની જોખે મા

અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે મા… ૯૧

ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી મા

જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી મા… ૯૨

ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે મા

મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે મા… ૯૩

ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા મા

અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા મા… ૯૪

હરખ્યા સુર નર નાગ, મુખ જોઈ માનુ મા

અવલોકી અનુરાગ, મન મુનિ હરખાનું મા… ૯૫

નવગૃહ નમવા કાજ, પાગ પળી આવ્યા મા

ઉપર ઉવારણ કાજ, મણિમુક્તા લાવ્યા મા… ૯૬

દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં મા

જન્મ મરણ જંજાળ, મટતાં, સુખ પામ્યા મા… ૯૭

ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા

સુર સ્વર સુણતાં કાન, ગતિ થઈ ગઈ સ્તંભા મા… ૯૮

ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો મા

ધારે ધારી દેહ, સફળ ફરે ફેરો મા… ૯૯

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં મા

નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં મા… ૧૦૦

શસ્ત્ર ન અડકે અંગ, આદ્યશક્તિ રાખે મા

નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા… ૧૦૧

ક્ષણ જે અકળ આઘાત, ઉતારે બેડે મા

ક્ષણ ક્ષણ નિશદિન પ્રીત, ભવ સંકટ ફેડે મા… ૧૦૨

ભુત પ્રેત જંબુક, વ્યંતરી ડાકિણી મા

નાવે આડી અચુક, સમર્યા શાકિણી મા… ૧૦૩

ચરણ કરણ ગતિ ભંગ, ખંગ અંગ વાળે મા

ગુંગ મુંગ મુખ અંગ, વ્યાધી બધી ટાળે મા… ૧૦૪

સેંણ વિહોણા નેણ, ન્હેનેણા આપે મા

પુત્ર વિહોણાં કેણ, કૈ મેણાં કાપે મા… ૧૦૫

કળી કલ્પતરૂ વાડ, જે જાણે ત્હેણે મા

ભક્ત લડાવે લાડ, પાડ વિના કહેને મા… ૧૦૬

પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આપે પળમાં મા

ઠાલા ઘર ઠકુરાઈ, દો દળ હળબળમાં મા… ૧૦૭

નિર્ધન ને ધન પાત્ર, તું કરતાં શું છે મા

રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં શું છે મા… ૧૦૮

હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે મા

બરૂદે બહુચર બાળ, ન્યાલ કરો નજરે મા… ૧૦૯

ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી મા

મહિપતિ દે સુખ માન્ય, મા ના નામ થકી મા… ૧૧૦

નર નારી ધરી દેહ, કે જે જે ગાશે મા

કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે મા… ૧૧૧

ભગવતિ ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા

થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા… ૧૧૨

તું થી નથી કો વસ્તુ, તેથી તને તર્પુ મા

પૂરણ પ્રકટ પ્રશશ્ત, શ્રી ઉપમા અર્પું મા… ૧૧૩

વારં વાર પ્રણામ. કર જોડી કીજે મા

નિર્મળ નિશ્ચળ નામ, જન નિશ દિન લીજે મા… ૧૧૪

નમો નમો જગ માત, નામ સહસ્ત્ર તારાં મા

સાત નાત ને ભાત, તું સર્વે મ્હારા મા… ૧૧૫

સંવત શત દશ સાત, નવ ફાલ્ગુન શુધ્ધે મા

તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે મા… ૧૧૬

રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે મા

આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે મા… ૧૧૭

કરી દુર્લભ સુર્લ્લભ, રહું છું છે વાંડો મા

કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો મા… ૧૧૮

You can download Anand No Garbo PDF by clicking on the following download button.

Anand No Garbo pdf

Anand No Garbo PDF Download Link

REPORT THISIf the download link of Anand No Garbo PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Anand No Garbo is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.